રંગ તું આપજે

જીવનરૂપી મધદરિયામાં હાથ પકડીને તું ચાલજે

ભટકી જાવ જો રસ્તો તો સાચા રસ્તે વાળજે

તે શીખવ્યું છે પ્રેમ કરતા

હવે જિંદગી ભર નિભાવજે

થઈ જાય કોઈ ભૂલ તો

શાંતપણે સમજાવજે

શબ્દોની ડાળીઓમાં અટવાવા કરતા

તેનો મૂળ ભાવ સુણાવજે

આ બંધન તો છે કાચા દોરા જેવું

આને પાકો રંગ તું આપજે

_Sia

Leave A Comment